મોરબી : કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત વેલનાથબાપુની શોભાયાત્રા તેમજ સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે આજે તારીખ 7 એપ્રિલ ને રવિવારે સાંજે 6-30 કલાકે મોરબીના સો ઓરડી ખાતે આવેલ વેલનાથ બોર્ડિંગ ખાતે કોળી ઠાકોર સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ કોળી ઠાકોર સમાજના ભાઇઓને મોરબી જિલ્લા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાએ જણાવ્યું છે કે, આજરોજ સમાજના આગેવાનો પરસોતમભાઈ સાબરીયા, દેવજીભાઈ ગળેશીયા, તુલસીભાઈ પાટડીયા, અનીલભાઈ સારલા, પિયુષભાઈ જંજવાડીયા, મુકેશભાઈ દેગામા, ચંદુભાઈ બાબરીયા, ભરતભાઈ ગડેશીયા, ધનજીભાઈ સંખેસરીયા, ભાણજીભાઈ ડાભી, દિલીપભાઈ અગેચાણીયા, અમીતભાઈ અગેચાણીયા, યોગેશભાઈ અગેચાણીયા, ગોરધનભાઈ કુરીયા, દેવજીભાઈ વરાણીયા, જગદીશભાઈ બાંભણિયા, યોગેશભાઈ ઉઘરેજા, મનુભાઈ ઉપસરીયા, નિલેશભાઈ દેગામા, અશોકભાઈ વરાણીયા સહિતના તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી ધર્મ ગુરૂ વેલનાથબાપુની શોભાયાત્રા તેમજ સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા માટેની મીટીંગનું આયોજન આજે કરવામાં આવ્યું હોય સમાજના તમામ ભાઈઓને હાજર રહેવા જણાવાયું છે.