મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” પણ દર્શકોમાં લોકપ્રિય બની રહ્યો છે.“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”ના બધા એપિસોડને આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પોડકાસ્ટનો 19મો એપિસોડ તારીખ 8 એપ્રીલને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના 19માં એપિસોડમાં વુમન્સ આઈપીએલની વિજેતા ટીમ RCBના ખેલાડી આશા શોભના સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં જીત સમયે સ્ટેડિયમનો માહોલ કેવો હતો ? વિરાટ કોહલી એ આ જીત બદલ શું કહયું ? સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સનો પ્રતિસાદ શું હતો ? આવા અનેક સવાલો પર વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટનો આ પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.