મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં અને તુવેરની આવક વધી હતી સાથે જ કપાસ અને મગફળીની આવકમાં ઘટાડો થયો હતો. શનિવારે ઘઉંની 16445 મણ આવક થઇ હતીમોરબી યાર્ડમાં આજે ઘઉં પ્રતિ મણનો નીચો 422 અને ઉંચો 604 બોલવામાં આવ્યો હતો. ગઈકાલની તુલનાએ આજે ઘઉંની આવકમાં 3240 મણ જેટલો વધારો થયો હતો અને નીચામાં 1 રૂપિયો વધુ અને ઉંચામાં મણે 47 રૂપિયા ઓછા જોવા મળ્યા હતા.આ ઉપરાંત કપાસની આવકમાં આજે 2050 મણ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મગફળીની આવકમાં જે આવક કાલે 110 મણ હતી એ 85 મણ જેટલી ઘટીને માત્ર 25 મણ જ થઇ હતી.વધુમાં મોરબી યાર્ડમાં શનિવારે તુવેરના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. શનિવારે તુવેરના ભાવ મણે નીચામાં 1500 અને ઉંચામાં 2052 બોલવામાં આવ્યો હતો જે ગઈ કાલની તુલનાએ નીચામાં 500 રૂપિયા ઓછા અને ઉંચામાં 26 રૂપિયા વધુ જોવા મળ્યો હતો.