મોરબી : મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં હાઈસ્કૂલમાં જવાના હોવાથી વિદ્યાર્થીઓના વિદાય-સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના તમામ બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિરાંજલી નાટક, અભિનય, નૃત્ય અને વક્તવ્ય દ્વારા શિક્ષકોને કૃતજ્ઞભાવ સમર્પિત કર્યો હતો. ધોરણ-8 ના વર્ગશિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓને મા સરસ્વતીની તસવીર આપી સન્માનિત કરાયા હતા. શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.