મોરબી : મોરબી નજીક શકત શનાળા રાજપર રોડ ઉપરથી એ ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડી બાઇક કબ્જે કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક શખ્સ નીકળવાનો હોય જેને આધારે પોલીસે શકત શનાળા રાજપર રોડ પર મામાદેવના મંદીર પાસેથી વશરામભાઈ નરશીભાઈ પરમાર ઉ.વ.૩૧ રહે. શનાળા રોડ, મોમ્સ હોટલ પાછળ, રામજી મંદીરની બાજુમાં, બુટાની વાડી મોરબીવાળાને ઉભો રાખી GJ-36-AD-0421નંબરના મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટર સાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયાનું જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઈ એ.વી.પાતળીયા, એએસઆઈ રાજદીપસિહ પ્રતાપસિંહ, હેડ કોન્સ. કિશોરભાઇ મેણંદભાઈ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઇ દેવશીભાઇ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ, કોન્સ. હિતેષભાઇ વશરામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ, સિધ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઇ મેહુરભાઇ અને તેજાભાઇ આણંદભાઇ રોકાયેલ હતા.