નવા ડેલા રોડ ઉપરનો બનાવ : પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરીhttps://youtu.be/84-YPuH5vqQમોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર એક વેપારી બાથરૂમ કરવા ઉભા રહ્યા હતા. તે વેળાએ તેઓના સ્કુટરની ડેકીમાંથી ગઠિયા રૂ.1.60 લાખની રોકડ ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીના રેવન્યુ પાર્કમાં રહેતા કાપડ અને રેડીમેન્ટ ગાર્મેન્ટ એસોસિએશનના પ્રમુખ જમનાદાસ શુભનારામ ગ્વાલાણીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3:30 વાગ્યાના અરસામાં તેઓ તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પોતાની દુકાન કૈલાશ રેડીમેઈડએ જીજે 36ઓ 5022 નંબરના એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા. તે વેળાએ રસ્તામાં નવા ડેલા રોડ ઉપર ધરતી ટાવર પાસેની શેરી નજીક તેઓ બાથરુમ કરવા ઉભા રહ્યા હતા. આ વેળાએ તેઓની ડેકીમાંથી કોઈ રૂ.1.60 લાખકાઢીને જતું રહ્યું હતું. આ મામલે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.