હળવદના કડીયાણા ગામે કામધંધો ન કરતા યુવાને આત્મઘાતી પગલું ભર્યુંહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે કામધંધો ન કરતા યુવાને પત્ની પાસે પૈસા માંગતા પત્નીએ પૈસા ન આપ્યા અને પિતાને ફરિયાદ કરવા જતાં પિતાએ પણ ઠપકો આપતા યુવાનને લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતો નરેશ નાગરભાઈ પરમાર ઉ.35 નામનો યુવાન કોઈ કામધંધો ન કરતો હોય પોતાની પત્ની પાસે પૈસા માંગતા પત્નીએ પૈસા આપ્યા ન હતા જેથી પોતાના પિતાને ફરિયાદ કરવા જતાં પિતાએ પણ ઠપકો આપતા યુવાનને લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.