Morbi: મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસોની મબલખ આવક થઇ છે. જેમાં સૌથી વધુ ઘઉંની આવક થઇ છે. આજે ઘઉંની આવક 14565 મણ થઇ છે અને તેનો ભાવ મણે નીચો 421 અને ઉંચો 661 બોલ્યો હતો. ગઈકાલની તુલનાએ નીચામાં 5 રૂપિયા વધુ અને ઉંચામાં મણે 37 રૂપિયા વધુ જોવા મળ્યો હતો.ઘંઉ ઉપરાંત આજે તલની આવક 20 મણ જેવી થઇ છે, તલનો ભાવ 1830 નીચો અને 2412 ઉંચો જોવા મળ્યો છે. જે ગઈ કાલ કરતા નીચામાં 130 રૂ. ભાવ વધુ જોવા મળ્યો હતો. જયારે કપાસની આવકમાં ગાબડું જોવા મળ્યું હતું ગઈ કાલે કપાસનો મણે ભાવ નીચો 1400 હતો અને ઉંચો 1620 હતો જે આજે ઘટીને નીચો 1300 અને ઉંચો 1582 જોવા મળ્યો હતોજણસીઆવક(કવીન્ટલમાં ) નીચો ભાવ(મણે ) ઉંચો ભાવ (મણે )કપાસ580 રૂ. 1300 રૂ.1582ઘઉં2913 રૂ. 421 રૂ.661તલ4 રૂ.1830 રૂ.2412મગફળી11 રૂ.1014 રૂ.1150તુવેર18 રૂ.1501 રૂ.2015જીરું543 રૂ.4150 રૂ.4570બાજરો3 રૂ. 431 રૂ.431ધાણા29 રૂ.1115 રૂ.1770વરિયારી20 રૂ.800 રૂ.1217મેથી40 રૂ.964 રૂ.1115ચણા348 રૂ.900 રૂ.1096એરંડા130 રૂ.1050 રૂ.1114સુવાદાણા30 રૂ.1060 રૂ.1220કાળા તલ5 રૂ.2100 રૂ.3020રાયડી108 રૂ.840 રૂ.964રાય52 રૂ.950 રૂ.1262સોયાબીન10 રૂ.844 રૂ.844