વાતાવરણમાં ફેરફારને કારણે તબિયત સાચવવાની આરોગ્ય મંત્રીની સલાહMorbi: ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બની છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હવામાન, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોને ગરમીથી રક્ષણ મેળવવા પાણી અને પ્રવાહીનું સેવન કરવું તેમજ કામ વિના બપોરના સમયે બહાર ન નીકળવું સહિતની સાવધાન રાખવાની સલાહ અપાઈ છે.આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.આજે ગરમીનું જોર રહેશે: હવામાન વિભાગહવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આગામી અઠવાડિયામાં ગરમીનું પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ,દાહોદ, ડાંગ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપીમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ગાંધીનગર, મોરબી, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.