હળવદ : હળવદના મોરબી ચોકડી પાસે આવેલ શ્રીજીનગર વિસ્તારમાં 57 વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના કારખાને જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના મોરબી ચોકડી પાસે આવેલ શ્રીજી નગર વિસ્તારમાં રહેતા અને આ જ વિસ્તારમાં ક્લિનિંગનું કારખાનું ધરાવતા પ્રેમજીભાઈ છગનભાઈ મોરી ઉં.વ.57 એ આજે કોઈ કારણોસર પોતાના કારખાને ગળે ફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણી દીધો હતો. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવી પ્રાથમિક તપાસ ચલાવી રહી છે.