પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યો, હાલ આરોપી જેલહવાલેમોરબી : મોરબીમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 13 વર્ષની દીકરી સાથે એક યુવાને ઇન્સ્ટાગ્રામમાં પરિચય કેળવ્યા બાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા એક પરિવારની 13 વર્ષની દીકરી સાથે ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ સંબંધ કેળવીને તેણીના ભોળપણાનો લાભ લઇને બદકામના ઈરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું. જે સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા.30 માર્ચના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપી રોહિત જીતેશભાઈ કાંજિયા (ઉ.વ. 23) ધંધો ડ્રાઇવિંગ રહે.માધાપરા વાળાની ગત તા.31 માર્ચના સાંજના અરસામાં ધરપકડ કરી હતી.બાદમાં રોહીતને તા.1 ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ તરફથી તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.