Morbi: મોરબી જિલ્લાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયનો માહોલ ફેલાયેલો છે. વન્યપ્રાણીઓ ગામડાઓમાં આવી જાય છે અને માણસો પર હુમલા કરતા હોવાના બનાવો બની રહ્યા હોવાથી ગ્રામજનોએ આજે મોરબી કલેક્ટરને રજૂઆત કરી છે કે, તેમને વન્યપ્રાણી સામે રક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી. આ રજૂઆત મોરબી જિલ્લાનાં ગામડાઓનાં સરપંચો દ્વારા કરવામાં આવી છેથોડા દિવસો પહેલા ટંકારાના નસીતપર ગામે યુવક પર હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો અને યુવાનને ઇજા પહોંચી હતી. વન્યપ્રાણીઓના ભયથી લોકો ખેતરમાં જતા ડરે છે. આથી ગામલોકોની સુરક્ષા માટે મોરબી જીલ્લાના છ થી વધુ ગામના સરપંચો દ્વારા કલેકટરને રક્ષણ આપવા રજૂઆત કરવામાં આવી હતી.મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હિંસક પ્રાણી દ્વારા ગામમાં લોકો પર હુમલા થઇ રહ્યા છે. લોકોને શંકા છે કે, આ હિંસક પ્રાણી દિપડો હોવો જોઇએ.મોરબી જિલ્લાના રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, નસીતપર, રામપર, સહિતના ગામના સરપંચો દ્વારા હિંસક પ્રાણીથી ગામ લોકો તથા ખેત મજુરોને રક્ષણ આપવા માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.