મોરબી : મોરબીના વાઘપર પીલુડી ગામે એક કાર સળગી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘર પાસે પાર્ક કરેલ કારમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. જો કે સ્થાનિકોને ખબર પડતાં જ તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પણ ત્યાં તો કાર આખી સળગી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તેવું જાણવા મળી રહ્યું છે.