મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એલસીબી ટીમે દરોડો પાડી આરોપી લાલો રસુલભાઈ જેડાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 68 કિંમત રૂપિયા 16,135 તેમજ બિયર ટીન 96 નંગ કિંમત રૂપિયા 9600 સહિત કુલ 25735નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.