મોરબી પાલિકામાં માર્ચ સુધીમાં 15 કરોડની વેરાની આવક નોંધાઇMorbi: મોરબી પાલિકા દ્વારા છેલ્લા બે માસથી વેરા વસુલાત ઝુંબેશ કડક કરી છે જેમાં 1200 વધુ આસામીઓને નોટિસ આપ્યા બાદ ઘણા સમયથી બાકી મિલ્કતોને સીલ પણ મારવામાં આવી હતી. અને રજાના દિવસોમાં પણ વેરા વસુલાત ચાલુ રાખવામાં આવૈ હતી. જેના કારણે વર્ષ 23-24માં 15 કરોડ એટલે કે 48 ટકા જેવી વેરા વસુલાત થઇ છે.મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા બે માસથી કડક વેરા વસુલાત કરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા 4 જેટલી મિલ્કતો જપ્તી કરી 80 જેટલા આસામીઓને જપ્તી નોટિસો પણ આપવામાં આવી હતી જેના પછી પરિણામે પાલિકાની વેરા વસુલાત 31.17 કરોડના માંગણા સામે 15 કરોડ જેવી વસુલાત થઇ હતી જેમાં પાછલા વર્ષની 5.35 કરોડ અને ચાલુ વર્ષની 9.67 કરોડ વસુલાત થઇ હતી. જેમાં પાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ વેરા વસુલાત ચાલુ રાખી હતી અને છેલ્લા એક સપ્તાહમાં જ પાલિકાને 1.35 કરોડ જેવી વસુલાત થઇ હતીચાલુ વર્ષથી પાણી વેરો ડબલ અને ભૂગર્ભ વેરો ત્રણ ગણો થયોનગરપાલિકા દ્વારા થોડા મહિનાઓ પહેલા જ પાણી વેરો અને ભૂગર્ભ વેરામાં વધારો કરવાની રિજનલ કમિશ્નરમાં દરખાસ્ત મુકવામાં આવી હતી જે મંજુર થતા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં મોરબી નગરજનોને રહેણાંક વિસ્તારમાં પાણી વેરો 600 માંથી 1200 અને કોમર્શિયલમાં પાણી વેરો 2700 માંથી 5400 કરી નાખવામાં આવ્યો છે આ ઉપરાંત ભૂગર્ભ ગટરમાં પણ વેરો રહેણાંકમાં 180 થી વધારીને 540 અને કોમર્શિયલમાં 900 થી વધારીને 2700 કરી નાખવામાં આવ્યો છે એટલે મોરબીવાસીઓ ઉપર વેરાનો વર્ષે 3.80 કરોડનો વધારાનો બોજો આવશેહવે 10 તારીખ પછી હાઉસ ટેક્ષની કામગીરી શરુ કરાશેપાલિકા દ્વારા માર્ચ મહિનામાં રજાના દિવસે પણ ચાલુ રાખીને ટેક્ષની વસુલાત કરવામાં આવૈ હતી ત્યારે હવે માર્ચ એન્ડ થતા નવા નાણાકીય વર્ષની વસુલાત અને હાઉસ ટેક્ષના કામો 10 તારીખ પછીથી શરુ કરવામાં આવશે તેમ હાઉસ ટેક્સના અધિકારી દલસુખભાઈ પટેલે જણાવ્યું હતું.