મોરબી : મોરબીમા સોમવારે હાર્ટએટેકને કારણે આધેડ અને વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં પ્રથમ બનાવમાં લગધીરવાસમાં રહેતા મનોજભાઈ પુષ્કરભાઈ દવે ઉ.54ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં મોરબીની શ્રીમદ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પ્રેમજીભાઈ સાગરિયા ઉ.72ને હાર્ટની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા મૃત્યુ નીપજ્યું હતું. બન્ને બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.