Morbi: મોરબીના યમુનાનગરમાં ખુલ્લા વંડામાં આજે અચાનક આગ લાગી હતી. જોકે સ્થાનિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી.આજે મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગરના ખુલ્લા વંડામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવ બાદ તુરંત જ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે થોડીવારમાં જ આગને કાબુમાં લીધી હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો