કાજલ હિન્દુસ્તાની લાજવાને બદલે ગાજે છે- ફરિયાદી મનોજ પનારાhttps://youtu.be/GsRc4pgra5UMorbi: કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે થોડા દીવસો આપેલા નિવેદનને લઇને સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજમાં નારાજગી છે.બે દિવસ પહેલા જ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી કાઢીને કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માંગ ઉઠાવાઈ હતી. ત્યારે આ અંગે આજે મોરબી કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.ફરીયાદીનાં વકીલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ અંગે કરેલી અશોભનીય ટિપ્પણીને મામલે પાટીદાર સમાજના અગ્રણી મનોજભાઈ પનારાએ મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ મોરબી અપટેડને જણાવ્યું કે, જે રીતે કાજલ હિન્દુસ્તાનીએ પોતાની ટીઆરપી માટે વાહવાહી માટે ખોટી સ્ટોરી ઉભી કરી પોતાના સ્વાર્થ માટે પાટીદાર સમાજ અને બહેન-દીકરીઓ ઉપર ટીપ્પણી કરવી ન જોઈએ. જો હકીકતમાં આવી ઘટના બની હોય તો પણ તેને જાહેર મંચ પરથી કહેવાનો કોઈ અધિકાર નથી. તેથી તેમણે જે જાહેર મંચ પરથી બફાટ કર્યો છે તેને લઈને પાટીદાર સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે. ઘણી વખત અમે તેઓને માફી માંગી લેવા કહ્યું છે પરંતુ તે લાજવાને બદલે ગાજી રહ્યા છે. તેથી અમે કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો છે,”મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, આગામી બે દિવસમાં અમારા વકીલ પાંચોટીયા દ્વારા હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરીશું અને કાજલ હિન્દુસ્તાનીને આવા ભાષણો આપવા પર રોક લગાવવામાં આવે અને આવા કાર્યક્રમોનું આયોજન કરનાર સામે પણ કાર્યવાહી થાય તેવી માંગણી કરીશું.આ અંગે પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે, અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને તેમ છતાં પણ જો ન્યાય નહીં મળે તો પાટીદાર સમાજની સંસ્થાઓનું મોરબીમાં મહાસંમેલન બોલાવીશું. આ અંગે આજે રાત્રે મોરબીમાં પાટીદાર સમાજની એક મિટીંગ પણ મળવા જઈ રહી છે જેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે.