નીચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં મધ્યપ્રદેશના યુવાને જિંદગી ટૂંકાવીમોરબી : મોરબીના નીચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન વતનમાં જવા માંગતો હોય પરંતુ બહેનના લગ્નમાં લીધેલા પૈસા ચૂકવવાના બાકી હોય પરિવારના લોકોએ આવવાની ના પાડતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલમાં મોરબીના નીચી માંડલ નજીક સિમેરો સીરામીકમાં કામ કરતા પ્રદીપ શિવપ્રસાદ ગડારી છેલ્લા એક વર્ષથી વતનમાં ગયો ન હોય વતનમાં જવું હતું પરંતુ પરિવારના લોકોએ બહેનના લગ્ન માટે લીધેલા પૈસા ચૂકવવાના બાકી હોય વતનમાં નહિ આવવા કહેતા પ્રદીપને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.