મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે રોયલ પાર્ક પાસે દારૂની ૨૧૨ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં વધુ બે નામ ખુલતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીને આધારે સામાકાંઠે પીપળી રોડ ઉપર રોયલ પાર્ક પાસે આરોપી વિપુલભાઈ લીંબાભાઈ કટેશીયાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૨૧૨ કિ.રૂ.૪૦,૭૨૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં વધુ બે નામ ખુલ્યા હતા.જેના આધારે પ્રવીણભાઇ સીવાભાઈ જોગરાજીયા હાલ રહે- શાંતીનગર સોસાયટી, પિપળી તા.જી.મોરબી મૂળગામ-ગુંદાણા તા.વીંછીયા જી.રાજકોટ અને વિપુલભાઇ મનસુખભાઈ ધલવાણીયા હાલ રહે- શાંતીનગર સોસાયટી પિપળી તા.જી.મોરબી મૂળગામ-મોટામાત્રા તા. વીંછીયા જી.રાજકોટવાળાનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પીએસઆઈ એસ.વી.સામાણી હેડ કોન્સ્ટેબલ બી.આર.ખટાણા, ભરતભાઈ ખાંભરા, વિજયભાઈ ચાવડા શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, પ્રદીપસિંહ ઝાલા, કમલેશભાઈ મકવાણા અને રાજેશભાઈ ડાંગર રોકાયેલ હતા.