મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞમાં મુળ નવાગામ (લખધીરનગર) ના વતની, મોરબી નિવાસી તબીબ ડો. પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ MBBS નો અભ્યાસપૂર્ણ કરી MD (Medicine) માં અભ્યાસ કરી રહ્યા છે તેમના દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.આ સેવાયજ્ઞમાં ડો. પ્રિન્સ તેમજ તેમનો સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદહસ્તે સૌને પ્રસાદનું વિતરણ કર્યું હતું. પોતાના જન્મદિવસની વૈભવી રીતે ઉજવણી ના કરતા સેવાકીય પ્રવૃત્તિ કરી ડો. પ્રિન્સ દ્વારા સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રેરક ઉજવણી બદલ જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઇ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.