દરેક વયની વ્યક્તિના અનિયંત્રિત ડાયાબિટીસ તેમજ ડાયાબિટીસથી થતા કોમ્પ્લિકેશન્સ, થાઈરોઈડના રોગો, વધારે વજન, માસિકની તેમજ મેનોપોઝની તકલીફો માટે સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ, ઓબેસિટી, થાઇરોઇડ અને હોર્મોનના સુપર સ્પેશિયાલિસ્ટ.ડો. કૌશલ શેઠ દર મહિનાના પહેલા ગુરૂવારે મોરબીમાં આવવાના છે. જે અંતર્ગત આગામી તા.4 એપ્રિલને સવારે 11થી 1 સમર્પણ ઇમેજિંગ સેન્ટર ખાતે તેઓ દ્વારા ઓપીડી યોજવામાં આવનાર છે.રાજકોટમાં ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર રાજનગર ચોકમાં વાત્સલ્ય પ્લાઝામાં પહેલે માળે અર્હમ ડાયાબિટીસ & એન્ડોક્રાઇન ક્લિનિક કાર્યરત છે. જ્યાં ડો. કૌશલ વી. શેઠ (MD, DrNB - endocrinology, consultant endocrinologist and diabetes superspecialist) કાર્યરત છે. તેમણે ભારતની સૌથી પ્રખ્યાત અને ડાયાબીટીસ અને એન્ડોક્રાઇનોલોજી માટે ભારતની ટોપમોસ્ટ ગણાતી એવી કે.ઇ.એમ. હોસ્પિટલ, મુંબઇથી અનુભવ પ્રાપ્ત કરેલ છે.એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે ડાયાબિટીસ, થાઇરોઇડ, વધારે વજન/ મેદસ્વીતા અને હોર્મોનના રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ. આ ડાયાબિટીસ અને થાઈરોઇડના રોગોની સરકારની નેશનલ મેડિકલ કાઉન્સિલ માન્ય એકમાત્ર ઉચ્ચતમ ડીગ્રી છે. જે MDનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અન્ય ત્રણ વર્ષનો સુપર સ્પેશિયાલિસ્ટના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં આ ઉચ્ચતમ ડીગ્રી ધરાવતા માત્ર 8 ડોકટર છે. તેમાના એક ડો. કૌશલ શેઠ છે. જેમનો એન્ડોક્રાઇનોલોજીની ડૉક્ટરેટ ઓફ નેશનલ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ઇન્ડિયા લેવલે દ્વિતીય ક્રમ આવેલો છે.ડો.કૌશલ શેઠ દરેક વયની વ્યક્તિના અનિયંત્રિત ડાયાબિટીસ તેમજ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન, દરેક પ્રકારના થાઇરોઇડના રોગો, બાળકો તથા ગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસ અને થાઇરોઇડના રોગો, માસિકની તકલીફ, ચહેરા પરના અનિચ્છનીય વાળ, નબળા હાડકા, બાળકોની ઊંચાઈ તથા તરૂણાવસ્થાને લગતી સમસ્યાનું સચોટ નિદાન અને સારવાર માટે જાણીતા છે. તો આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.ડો. કૌશલ જણાવે છે કે ડાયાબિટીસથી બચવા માટે સંતુલિત જીવન શૈલી, યોગ્ય આહાર અને દરરોજ કસરત જરૂરી છે .જો ડાયાબિટીસ શરૂઆતના તબક્કામાં હોય અને વધારે વજન ના કારણે આવેલ હોય તો તેવા અમુક કિસ્સાઓમાં આ ડાયાબિટીસ મટાડી પણ શકાય છે. બાકી આજકાલ ડાયાબિટીસની સારવાર માટેના ચાલતા ભ્રામક દાવાઓથી બચીને રહેવું જોઈએ.તેઓ એમ પણ જણાવે છે કે મેટાબોલિઝમના દરેક રોગો જેમ કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર ,કોલેસ્ટ્રોલ આ દરેકનું મૂળ મોટાભાગના કિસ્સાઓમાં વધારે વજન હોય છે. અત્યારે વજન ઓછું કરવા માટે ડાયેટ અને કસરત ઉપરાંત અમુક નવી સંશોધન થયેલી દવાઓના સહારાથી ઘણો ફાયદો મેળવી શકાય છે. અમુક કિસ્સાઓમાં બેરિયાટ્રીક સર્જરીને સંલગ્ન વજનનો ઘટાડો પણ જોવા મળે છે. શરૂઆતના તબક્કાનો ડાયાબિટીસ જ્યારે આ વજન ઘટાડો કરવામાં આવે ત્યારે મટી જતું હોય છે અથવા તો લાંબા સમય માટે સ્થિર થઈ જતુ હોય છે.ઓપીડી તા.4 એપ્રિલ, સમય : સવારે 11થી 1 સ્થળ : સમર્પણ ઇમેજિંગ સેન્ટર 15-16 સાવસર પ્લોટ,લેહરૂ લેબ અને જૈન દેરાસર સામે, કોટક બેંકની પાછળ, શનાળા રોડ, મોરબીએપોઇન્ટમેન્ટ માટે8866478989