મોરબી : વર્ષ-2024માં લેવાયેલ જવાહર નવોદય વિધાલય (JNV) ની પ્રવેશ પરીક્ષામાં જીવાપર (ચ.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ચાડમિયા કાવ્યાબેન અમિતભાઈએ પરીક્ષા પાસ કરી છે તેમજ મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આમ કાવ્યા ચાડમિયાએ આ પરીક્ષા પાસ કરીને શાળા પરિવાર તેમજ ચાડમિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. કાવ્યા ઉતરોત્તર પ્રગતિ કરતી રહે તેવી આચાર્ય તથા શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.