મોરબી એલસીબીએ કરેલી કાર્યવાહીમાં બે આરોપી પકડાયા, બે ફરારમોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી બે આરોપીઓને વિદેશી દારૂની 46 બોટલ સાથે પકડી પાડી બે આરોપીઓના નામ ખોલાવ્યા હતા.પ્રથમ દરોડામાં એલસીબી ટીમે ઇન્દિરાનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી મેહુલ ત્રિભુવનભાઈ સનુરાને વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 13,500 તેમજ એક મોબાઇલ મળી 18,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય આરોપી ભરતભાઇ ભરવાડનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં એલસીબી ટીમે સર્કિટ હાઉસ સામે મફતિયાપરામાંથી આરોપી નિલેશ પ્રકાશભાઈ જોબનપુત્રાને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 9850 તેમજ 5000ની કિંમતનો મોબાઈલ મળી 14,850ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપી વસીમ યુનુસભાઈ પલેજાની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવી યુનુસને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.