મોરબી: શહેરના રવાપર રોડ પર આવેલા ઈમ્પેરિયલ એપાર્ટમેન્ટના પાર્કિગમાં કપિરાજ આવી ચડ્યા હતા. તેને જોવા માટે લોકો એકઠા થઇ ગયા હતા. શનિવારના રોજ સાંજના સમયે કપિરાજ પાર્ક કરેલી ગાડી પર ચડીને બેસી ગયા હતા. આ દ્રશ્યથી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.મુખ્યત્વે વાનરો જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે. પરંતુ હવે શહેરીકરણ વધતા પ્રાણીઓ ધીમે ધીમે લોકજીવનમાં નજરે પડી રહ્યા છે. શનિવારના જ દિવસે કપિરાજે દર્શન દેતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ ઘટના બનતા રહેવાસીઓએ વાનરને ખાવાનું પણ આપ્યું અને તેને વંદન કરતા ફોટો પણ પડાવ્યો હતો.