મોરબી : આજે સવારે મોરબીના ઘુનડા રોડ પર આવેલી લોટસ 158 સોસાયટીમાં કપિરાજ ચડી આવ્યા હતા. સોસાયટીમાં કપિરાજ આવી જતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. બાળકોને શાળામાં રવિવારની રજા હોવાથી કપિરાજ સાથે મસ્તી કરવાની મજા પડી ગઈ હતી. લોકોએ પણ કપિરાજને કેળા, બટાકા વગેરે ખવડાવ્યું હતું.