મોરબી : સિલિકોસીસ ઉપર કામ કરતી સંસ્થા પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટરના નીયામક જગદીશ પટેલે કે. બી. ઝવેરીની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી તેમનો આભાર માની કારખાના ધારાની વીવીધ કલમો ટાંકી સેનેટરી એકમોમાં ધુળના પ્રમાણને નીયંત્રીત કરી તેને કાયદામાં બતાવેલ મર્યાદા સુધી તેનું પ્રમાણ ઘટાડવાનો આગ્રહ કર્યો. સિલિકોસીસ અંગે સંસ્થાએ પ્રકાશીત કરેલ પ્રકાશનો ભેટ આપી સિલિકોસીસથી થતા મૃત્યુનો દર ઘટાડવાના સરકારના ઉમદા પ્રયાસોમાં પોતાનો સહકાર આપવાની ખાતરી આપી. “કાળમુખો સીલીકોસીસ” નામની પુસ્તીકા જોઇ કલ્કેટરએ પોતાની પ્રસન્નતા વ્ય્કત કરી તેને તમામ ઉદ્યોગો સુધી પહોંચાડવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી.પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) વ્યવસાયીક આરોગ્ય પર કામ કરતી સ્વૈછીક સંસ્થા છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે જીવલેણ રોગ સિલિકોસીસ વિષે જાગૃતી અને કામદારના સલામતી અને આરોગ્ય સંબંધીત અધીકારો માટે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ૨૯ દીવસમાં ૩ સિલિકોસીસ પીડીતોના મૃત્યુના સમાચાર માધ્યમોમાં ચમકતાં મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ કરી સંબંધીત વિભાગોના અધીકારીઓ તેમજ ઉદ્યોગના પ્રતીનીધીઓ સાથે બેઠક કરી સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.