કારખાનામાં સિલિકાના બારીક રઝકણને કારણે ફેલાતા રોગને કારણે મકનસરના દર્દીએ જીવ ગુમાવ્યો, મહિનામાં કુલ 4 મોત થયા મોરબી : ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા મોરબી જિલ્લામાં સિલિકોસીસનો રોગ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. આજે વધુ એક વ્યક્તિનું સિલિકોસીસ રોગને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.આરોગ્ય ક્ષેત્રે કામ કરતી પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા જાહેર કર્યા મુજબ મોરબીના કારખાનાઓમાં કામ કરવાને કારણે સિલિકોસીસનો ભોગ બનેલા મકનસરના ભરતભાઇ પરમાર તબીબી સલાહને કારણે થોડા મહીનાથી રાજકોટ જઇ વસ્યા હતા. ગયા અઠવાડીયે તેમની તબીયત બગડતાં તેમને ઓક્સીજન મશીનની જરુર પડી. સંસ્થાએ વ્યવ્સ્થા કરી શકે તે પહેલાં જ આજે તેમનું અવસાન થયું. તેમનો મૃતદેહ આજે મોરબી લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યાં આવતીકાલે તેમની અંતીમક્રીયા થશે.ઉલ્લેખનીય છે કે 29 દીવસમાં 3 સિલિકોસીસ પીડીતોના મૃત્યુ થયા છે. જ્યારે આજે વધુ એક મોત નિપજતા હવે આ રોગ સામે ઝુંબેશ છેડવાની જરૂર જણાય રહી છે. આરોગ્ય વિભાગે અને ઉદ્યોગકારોએ કામદારોમાં આ રોગ વધે નહિ તેની ખાસ તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ હોવાનું સંસ્થાના સંસ્થાના સ્થાપકે જિલ્લા કલેકટરને જણાવ્યું હતું.