મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ કેસનો આરોપી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના જુટાવડ ગામે હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે તપાસના કામે મધ્યપ્રદેશ ગયેલ ટંકારા પોલીસ ટીમ સાથે સંપર્ક કરી પોકસો કેસના આરોપી લખન ગોરધનભાઇ પવાર ઉ.24 નામના શખ્સને ઉજ્જૈન જિલ્લાના જુટાવડ ગામે તેના રહેણાંક મકાનેથી ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.