બાયોલોજીમાં 25 ગેરહાજર, 1530 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષામોરબી : ધોરણ 12 સાયન્સ બાદ ઇજનેરી, ફાર્મસી અભ્યાસક્રમ માટે યોજાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે, ગુજકેટની પરીક્ષા આજે લેવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં નોંધાયેલ કુલ 2555 પૈકી 34 સ્ટુડન્ટ ગેરહાજર રહેતા 2221 વિદ્યાર્થીઓએ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા આપી હતી. જે બાદ બીજા સેસનમા લેવાયેલ બાયોલોજીના પેપરમાં પણ 25 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા બી ગ્રુપમાં નોંધાયેલ 1555 પૈકી 1530 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.