આચાર્ય અને શિક્ષકગણ દ્વારા સવિશેષ માર્ગદર્શન અપાયુંમોરબી: શહેરની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્રારા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતા જ હોય છે. ત્યારે બી.એડ્ ડીપાર્ટમેન્ટના તાલીમાર્થીઓ માટે તારીખ 20 માર્ચ 2024 ના રોજ ટીંબળી (ધરમપૂર) ખાતે ટીંબળી પ્રાથમિક શાળાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાની મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ તેમાં પ્રજ્ઞાવર્ગ, પ્રાર્થના સભા, વિજ્ઞાનની પ્રયોગશાળા, ઓફીસ જેવા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન શાળાના આચાર્ય અશોક જાવિયા, CRC રાજેશ ઘોડાસરા, કમલેશ દલશાણીયા દ્વારા તાલીમાર્થીઓને શાળા દફતર વર્ગ ખંડ વ્યવહાર અને વર્ગખંડ ટેકનોલોજી અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓનો તમામ પ્રકારનો વિકાસ થાય તે હેતુથી સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબ સતત કાર્યશીલ રહે છે અને તેઓ હંમેશા નવીનત્તમ કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.