મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સોનેક્ષ વિટ્રીફાઇડ કારખાનાના સ્પ્રેડાયર વિભાગમા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ ઉ.25 નામના યુવાનનું કન્વયેર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.