મોરબી: શહેરમાં જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા ભરત રાઠોડે મોરબીના નાગરિકના ખોવાયેલા પૈસા પરત આપીને સરાહનીય કામગીરી કરી છે. તારીખ 27 માર્ચ બુધવારના રોજ સાંજના 8:30 વાગ્યાની આસપાસ જી.આર.ડી.ની ફરજ પરથી ઘરે જતા શહેરના લીલાપર રોડ પર નટુભાઇના ડેલા પાસે રૂપિયા 19,500 મળ્યા હતા.આ ઘટના બાદ લીલાપર રોડ પર પાંજરાપોળ પાછળ રહેતા નાગરિક દેવરાજ છુછીયાએ આ રૂપિયા પોતાના હોય એમ જણાવ્યું હતું. ત્યારે ગ્રીનચોક પોલીસ ચોકી ખાતે પોલીસ સ્ટાફની હાજરીમાં જવાને મુળ માલીકને રૂપિયા પરત આપી ઇમાનદારી દાખવી હતી.