પૂતળાં દહનના કાર્યક્રમ બાદ કરણી સેનાના આગેવાનો સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યામોરબી : મોરબી કરણી સેના દ્વારા આજરોજ પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પૂતળાં દહન બદલ રાજપુત કરણી સેનાના આગેવાનોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન અટકાયતી પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે અભદ્ર વાણીવિલાસ કરવા બાબતે આજરોજ મોરબી કરણી સેના દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધવવવામાં આવ્યો હતો. સવારે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપ્યા બાદ બપોરે સરદાર બાગની સામે મોરબી કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. વધુમાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આનું ખરાબ પરિણામ સમગ્ર ભાજપ પક્ષે ભોગવવુ પડશે. એવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.મોરબી કરણી સેના દ્વારા પૂતળા દહનના કાર્યક્રમ બાદ કરણી સેનાનાં મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જાડેજા રવિરાજસિંહ સહિતના અગ્રણીઓ સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.