કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીથી રોષનો જ્વાળામુખીમોરબી : સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે આજે મોરબીના પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો નોંધવાની માંગ દોહરાવી હતી. મહારેલીમાં હજારો પાટીદારો જોડાયા હતા અને જય સરદારના ઘોષ સાથે કાજલ હાય હાયના નારા લગાવી રોષનો જ્વાળામુખી ઠાલવ્યો હતો.આજે સવારે મોરબીના નવા બસસ્ટેન્ડ સામેથી પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી જેમાં સ્વયંભૂ રીતે હજારો લોકો જોડાયા હતા અને મહારેલીમાં વાહનો સાથે તેમજ પગપાળા ચાલી પાટીદાર સમાજે કાજલ હાય હાયના નાર સાથે પાટીદાર એકતા ઝીંદબાદના ગગનભેદી સુત્રોચાર કરી જિલ્લા કલેકટર કચેરી સુધી એકતાના દર્શન કરાવી પાટીદાર સમાજને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માંગ કરી હતી.