આરોપી અને મૃતક હળવદથી દ્વારકા મોટર સાયકલ લઈને ગયા હતા ત્યારની નજીવી બાબતનો લોહિયાળ અંજામહળવદ : હળવદથી મોટર સાયકલ ઉપર દ્વારકા જતા સમયે પાછળ રહી ગયેલા શખ્સે પરત ગામમાં આવી ઝઘડો કરી આધેડને છરીના ઘા ઝીકી વચ્ચે પડેલા મૃતકના પત્નીને પણ છરી ઝીકી દેતા બનાવ અંગે પોલીસે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઇ ઓળકીયાઉ.55ની આરોપી ગણેશભાઇ વાલજીભાઇ ઓળકીયાએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ચારેક દિવસ પહેલા તેમના પિતા રામાભાઇ અને આરોપી ગણેશભાઈ મોટર સાયકલ લઈને દ્વારકા ગયા હતા ત્યારે આરોપી ગણેશભાઈ પાછળ રહી ગયો હતો.જે બાદ આરોપી પરત ચુપણી ગામે આવ્યો ત્યારે મૃતક રામાભાઇ સાથે ઝઘડો કરી તું કેમ મારી સાથે રહ્યો ન હતો ? હવેથી મારા ખેતરમાંથી ચાલતો નહીં કહેતા મૃતક રામાભાઇએ પણ આરોપી ગણેશને ખેતરમાંથી ન ચાલવું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી ગણેશે છરીના ઘા ઝીકી દઈ રામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને વચ્ચે પડેલા મૃતકના પત્ની વાલીબેનને પણ હાથમાં ઈજાઓ પહોંચતા બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાની ફરિયાદને આધારે હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.