મોરબી : આજના સમયમાં વીડિયોનું ચલણ ઘણું વધી ગયું છે. વોટ્સએપ વપરાશકર્તાઓના અનુભવને વધારવાની આશામાં વિવિધ અપડેટ્સ પર કામ કરી રહ્યું છે. WhatsApp ટૂંક સમયમાં યુઝર્સને સ્ટેટસ અપડેટ તરીકે 1 મિનિટ સુધીના વીડિયો શેર કરવા દેશે.વોટ્સએપ પર સ્ટેટસ ફીચરનો આપણે ખુબ જ ઉપયોગ કરતા હોય છીએ. આપણે જાણીએ છીએ કે, અત્યાર સુધી વોટ્સએપમાં આપણે 30 સેકન્ડ સુધીની સમય મર્યાદામાં સ્ટેટસ મૂકી શકતા હતા. બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એક મિનિટ સુધી રીલ્સ પોસ્ટ કરી શકાય છે અને યુટુબમાં પણ 1 મિનિટ સુધી શોર્ટ મૂકી શકીએ છીએ. આ કારણના લીધે આપણે વોટ્સએપમાં કોઈ એવો 30 સેકન્ડથી વધુનો વીડિયો આપણે સ્ટેટસમાં મૂકી શકતા ન હતા અથવા વધુ સેકન્ડનો વીડિયો આપણે ખાસ્સી કાપકૂપ કરીને મુકવો પડતો હતો.હાલમાં વોટ્સએપના બીટા યૂઝર્સને આ ફીચર મળી ગયું છે. થોડા જ સમયમાં તમામ યૂઝર્સને આ લાભ મળી જવાની શક્યતા છે. આ ફીચર્સ વોટ્સએપ યુઝર્સ માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.