હળવદ : હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે આગામી તારીખ 27 માર્ચ થી 30 માર્ચ સુધી ચાર દિવસીય વાર્ષિક ઉત્સવ-2024 (કલાર્પણમ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહર્ષિ ગુરુકુલના 1200 જેટલા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.બાળકોની કલા અભિવ્યક્તિને આવકારવા તથા પ્રોત્સાહન પૂરું પાડવા માટે મહર્ષિ ગુરુકુલ ખાતે યોજાનાર આ વાર્ષિક ઉત્સવમાં તારીખ 27 માર્ચ ને બુધવારે મહર્ષિ ગુરુકુલના કેજી થી ધોરણ 5 (ગુજરાતી માધ્યમ)ના બાળકો દ્વારા બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. 28 માર્ચ ને ગુરુવારના રોજ ધોરણ 6 થી 8 (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ દ્વારા બપોરે 2 થી 4 દરમિયાન કાર્યક્રમો રજૂ કરાશે. 29 માર્ચ ને શુક્રવારે બપોરે 2 થી 5 દરમિયાન પારંગત કોલેજના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે જ્યારે 30 માર્ચ ને શનિવારે બપોરે 2 થી 4 દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ પરિવારજનોને પધારવા મહર્ષિ ગુરુકુલ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.