મોરબી: મોરબીમાં ન્યુ એરા ગ્લોબલ સ્કુલ દ્વારા પ્રથમ વખત ગ્લોબલ ફૂટબોલ પ્રિમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલો ભારત અંતર્ગત બાળકોમાં વિવિધ રમતો પ્રત્યે રૂચિ વધે તે હેતુસર આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.ન્યુ એરા ગ્લોબલ સ્કુલ આયોજિત આ ફૂટબોલ લીગમાં સૌરાષ્ટ્રની અલગ-અલગ 17 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવેનભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો જુસ્સો, ઉત્સાહ તેમજ ફૂટબોલ પ્રત્યેની એમની સમજ નિહાળી ગર્વિત થયાં હતા. આ તકે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી હાર્દિકભાઈ પાડલીયા, પૂજાબેન પાડલીયા તેમજ NEGS, NEPS , ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલ અને મહર્ષિ ગુરૂકુળના પ્રિન્સીપાલઓ હાજર રહ્યા હતા.