મોરબી : સરપંચ પરિષદ ગુજરાતના મોરબી જિલ્લાના ઉપ પ્રમુખ તરીકે મોરબીના પાટીદાર સમાજના યુવા અગ્રણી ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાની નિમણૂક કરવામાં આવી છે.રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ સરપંચ પરિષદ ગુજરાતના મોરબી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે પાટીદાર સમાજના યુવા આગેવાન મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાની મોરબી જિલ્લા સમિતિના ઉપ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન જુવાનસંગ ડોડીયા, સરપંચ પરીષદ- ગુજરાતના પ્રદેશ પ્રભારી મહેશદાન ગઢવી, સરપંચ પરિષદ ગુજરાતના પશ્ચિમ ઝોન મહામંત્રી સાગરભાઈ ફુલતરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ અનિરુદ્ધસિહ જાડેજાની ભલામણથી તા. 26-03-2024 થી 31-03-2026 સુઘી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાને– મો.નં : 8460394604 પર શુભેચ્છાઓ મળી રહી છે.