મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને તપોવન વિદ્યા સંકુલના સહયોગથી જેતપર વિસ્તારના બહેનો માટે રામાયણ પર પરીક્ષા-પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. રામનવમીના ઉજવણીના ભાગરૂપે પરીક્ષા તારીખ 31 માર્ચ રવિવારના રોજ બપોરે 3 થી 4 વાગ્યા સુધી જેતપરની તપોવન વિદ્યા સંકુલમાં રાખવામાં આવી છે.આ પરીક્ષાનો હેતુ બહેનોને રામાયણ વાંચન તરફ દોરવાનો છે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે કોઈપણ ચાર્જ નથી. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક બહેનોએ રજીસ્ટ્રેશન માટે ઉર્વશી મેડમ 95376 61054, મયુરી મેડમ 92759 51954, પ્રીતિ મેડમ 93289 70499, વિશૃતી મેડમ 93130 34152 કોઇપણ એકનો સંપર્ક કરવાનો રહેશે.રામાયણ પર આધારિત 50 માર્ક્સના 50 પ્રશ્નો પુછાશે. જેનો એક શબ્દમાં જવાબ આપવાનો રહેશે. માત્ર 251 બહેનોના નામ લખવાના હોવાથી આપનું રેજીસ્ટ્રેશન સમયસર કરાવી લેવું. પરીક્ષા આપનાર દરેક બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ 1 થી 10 નંબર પર વિજેતા થનાર બહેનોને ખાસ વિશેષ ઇનામ આપીને પ્રોત્સાહિત-સન્માનિત કરવામાં આવશે.આ ઉપરાંત જે ગામમાં 20 થી વધુ બહેનો હશે તે ગામમાં બસની સુવિધા આપવામાં આવશે. મોરબી તેમજ આસપાસના વિસ્તારમાંથી આવનાર લોકો માટે મહેન્દ્રનગર ગામમાંથી બસની સુવિધા મળશે. જે તે ગામમાં બપોરે 2:00 વાગ્યે બસ લેવા માટે આવશે અને સાંજે 6:00 વાગ્યે પરત મુકવા આવશે.