ગામના ઝાપા પાસે બે કૌટુંબિક ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બીચકયોહળવદ : હળવદ તાલુકાના ચૂંપણી ગામે ગામના ઝાંપા પાસે આજે મોડી સાંજે બે કુટુંબી ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક ભાઈએ બીજા ભાઈને છરીના ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું છે.હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.બનાવી જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજે સાતેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકીયા ઉમર વર્ષ 55 અને તેમનો કુટુંબિક ભાઈ ગામના ઝાપા પાસે ઉભા હતા. ત્યારે કોઈ કારણોસર સામાન્ય બાબતે બોલાચાલી થતા સામેના કુટુંબીક ભાઈએ રામાભાઇને છાતીના ભાગે બે છરીના ઘા જીંકી દેતા રામાભાઇ ત્યાં ઢળી પડ્યા હતા.બનાવવાની જાણ પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત રામાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબો એ મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ સ્ટાફે ચૂંપણી ગામે તેમજ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.