હળવદ : હળવદ હાઇ-વે પર શનિવારે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બે વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોતની પૂજ્ય હતું જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રિના નવેક વાગ્યાની આસપાસ હળવદ હાઇ-વે પર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેકટર ચાલકે બાઈક પર જઈ રહેલ બે વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવર્ધનભાઈ રવજીભાઈ દલવાડી ઉંમર વર્ષ 68નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી ઉંમર વર્ષ 65ને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.અત્રે ઉલખનીય છે કે ગોવર્ધનભાઈ અને ત્રિભોવનભાઈ હળવદ શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે શનિવારે કથાનો પ્રારંભ થયો હોય અને સાંજે પોથીયાત્રા હોય જેથી બંને નવા ધનાળા થી બાઈક લઇ હળવદ આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને પ્રસાદ લઇ પરત પોતાના ગામ નવા ધનાળા જઈ રહ્યા હતા ત્યારે ગામના પાટીયા પાસે જ અકસ્માત સર્જાયો હતો.