હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હોળી જવાળા જોઈને આગાહી, ઓક્ટોબર સુધી વરસાદમોરબી : વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે આજે હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું હતું, સાથે જ ઓણનું વર્ષ ભરપૂર રહેવાની શક્યતાઓ પણ તેમને વ્યક્ત કરી હતી.જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે હોળીની જ્વાળાઓ જોયા બાદ જણાવ્યું હતું કે, હોળી પ્રાગટય સાથે પશ્ચિમ દિશામાંથી પવન વાયો હતો અને નૈઋત્ય તરફ જ્વાળાઓ જતા ઓણ સાલ વરસાદ વહેલો આવવાની સાથે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસવાની સાથે ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.