દેશી દારૂ પીને ખેલ કરનાર તેમજ દેશી દારૂ પીનારા ડઝન એક પોલીસની ઝપટેમોરબી : મોરબી જિલ્લા પોલીસે હોળી ધુળેટીના પર્વે આગમચેતીના ભાગ રૂપે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હોય તેમ એક જ દિવસમાં રોંગ સાઈડ ચાલનાર, ફૂલ સ્પીડે વાહન ચલાવનાર, આડેધડ પાર્કિંગ કરનારા ઉપર તવાઈ ઉતારવાની સાથે દેશી દારૂ પીનારા તેમજ વેચનારા વિરુદ્ધ કુલ મળી 60 થી વધુ કેસ એક જ દિવસમાં કર્યા હતા.મોરબી શહેર અને જિલ્લા પોલીસે હોળીના પર્વે સતત ટ્રાફિક ઝુંબેશ ચાલુ રાખી સવારથી રાત્રી સુધીમાં 49થી વધુ કેસ કરી રોંગ સાઈડ ચાલનાર વાહન ચાલકો, આડેધડ પાર્કિંગ કરનાર અને જોખમી રીતે ફૂલ સ્પીડે વાહન ચલાવનારા વિરુદ્ધ ટ્રાફિક નિયમભંગ સબબ કાર્યવાહી કરવાની સાથે દેશી દારૂ વેચનાર તેમજ પીનારાઓ વિરુદ્ધ 13 જેટલા કેસ કર્યા હતા.