મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હળવદના કેદારીયા ગામના વતની ચંદુભાઈનું નામ જાહેર થતા જ ઉત્સવ જેવો માહોલમોરબી : આગામી તા.7મી મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે વધુ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે હળવદના નાના એવા કેદારીયા ગામે રહેતા ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે, ચંદુભાઈ અગાઉ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભાજપ દ્વારા આજે મોડી સાંજે વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે જેમાં કોળી જ્ઞાતિના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે સરળ સ્વભાવના અને આજના દિવસે પણ હળવદ તાલુકાના નાના એવા કેદારીયા ગામમા રહેતા ચંદુભાઈ સિંહોરાના નામની જાહેરાત કરી છે, નોંધનીય છે કે, ચંદુભાઈ સિંહોરા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે.