મોરબી : મોરબીના રવાપર ગામે તળાવ પાસે મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવાની ક્રાંતિકારી સેના તથા રવાપર ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે જાહેરાત થતાં જ મોરબીની બાળકીએ પોતાનો ગલ્લો તોડી બચતબેન્કના નાણાંની સરવાણી વહાવી પ્રેરક કાર્ય કર્યું હતું.મોરબીની નાની એવી વેદીબેન ભાવેશભાઈ છત્રોલા નામની બાળાએ મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમા અને બગીચા માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન પ્રથમ દાન આપતા ક્રાંતિકારી સેનાએ બાળાને અભિનંદન પાઠવી બાળકો સુધી આવા ઉમદા વિચારો પહોંચાડવા અનુરોધ કર્યો હતો.