મોરબી : લોકસભા ચૂંટણી સંદર્ભે આજરોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.લોકસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે ઉદ્દેશ સાથે આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મોરબીના ત્રાજપર ચોકડી, હાઉસિંગ બોર્ડ, સો-ઓરડી, માળિયા વનાળીયા, વીસીપરા મેઈન રોડ, બિલાલી મસ્જિદ, મદીના સોસાયટી અને રોહિદાસ પરા સહિતના વિસ્તારમાં પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.