મોરબીઃ શહેરમાં વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર સામે આવેલી ઉમા કીડ્સ સ્કૂલમાં નાના ભૂલકાઓએ હોળી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. આ પર્વ સૌ કોઇનો મનપસંદ તહેવાર છે. ત્યારે ખાસ કરીને બાળકોમાં હોળી ધુળેટીને લઇ અનેરો જ ઉત્સાહ જોવા મળતો હોય છે.બાળકો કેમીકલ્સ વિનાના કુદરતી અબીલ, ગુલાલ અને કંકુ જેવા વૈદિક રંગોથી ધુળેટી રમ્યા હતા. ભુલકાઓ એકબીજાને કલર લગાડી આનંદના રંગમાં રંગાયા ગયા હતા. શાળા દ્વારા કરવામાં આવેલા આ આયોજનથી બાળકો ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.