યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમમાં યુવાનોએ સંકલ્પ કર્યો : ભગતસિંહની પ્રતિમાને ભાવાજંલિ અર્પણ કરાઈમોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી જનાર ભારતમાતાના વીર સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુની કુરબાનીના આજના શહીદ દિવસની સાર્થક ઉજવણી કરી હતી. જેમાં મોરબીમાં 50થી વધુ યુવાનોએ અંગદાન અને 100 યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લઈને શહીદ દિવસની સાર્થક ઉજવણીમાં જોડાયા હતા.મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી શહિદ દિન નિમિત્તે યુવાનોને અંગોનું ડોનેટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોલેજમાં યુવાનોને અંગદાન અંગે જાગૃત કરાયા હતા. જેમાં 50થી વધુ વિધાર્થીઓએ અંગદાનનક સંકલ્પ લીધા હતા. સાથે 100 જેટલા યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.તેમજ આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને જલ અને દૂધના અભિષેક સાથે ફુલહાર કરીને ભાવાજંલી અર્પણ કરી હતી.